
સમાજ ના આથીઁક રીતે નબળા વગઁ ને રાશન ની કીટ બનાવી આપવા માટે નું આયોજન કયુઁ
તારીખ ૩/૦૪/૨૦૨૦ શુક્રવાર ના રોજ ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો તથા કારોબારી…READ MORE
ભરૂચ જીનગર મોચી પંચની કાર્યવાહી ૧૯૬૪ પહેલાં જ્ઞાતિનાં આગેવાનો સ્વ. ખુશાલભાઈ દેવજીભાઈ, સ્વ. છગનભાઈ રામજીભાઈ અને સ્વ. ડાહયાભાઈ લખાભાઈ જેઓ પંચના પટેલ તરીકે કામગીરી કરતાં હતા. ત્યાર બાદ તા. ૭–પ–૧૯૬૪ નાં સંવત ર૦ર૩ ભાદરવા વદ ૧૩ ને સોમવારના રોજ માલીવાડ ખાતે જ્ઞાતિ પંચની વિધિસર સ્થાપના કરવામાં આવી.
About SamajLatest Eventsશિક્ષણ સમિતિ અને દાતાઓ તરફથી ઈનામ, ટ્રોફી, ભેટનું વિતરણ કરવામાં આવે છે. નોટબુકો, ચોપડા રાહત દરે આપવામાં આવે છે.
દાતાશ્રીઓએ આપેલ રકમના વ્યાજમાંથી શિક્ષણને લગતો ખર્ચ કરવામાં આવે છે.
દાતાશ્રી ઓએ આપેલી રકમનાં વ્યાજમાંથી સમાજનાં જરૂરતમંદ વ્યક્તિઓને અનાજ / મેડીકલ સહાય તેમજ સમાજનાં અન્ય દાતાશ્રીઓ પાસેથી ફંડ ઉઘરાવી મેડીકલ તેમજ અન્ય સહાય માટે મદદ કરવામાં આવે છે.
ર૦૧પથી સમાજની વિધવા બહેનોને સમાજ તથા અન્ય દાતાઓ તરફથી દિવાળી નીમીત્તે મથીયા, ચોળાફળી, સુવાળી, ફરસાણ, મીઠાઈ, તેલની બોટલ, સોન પાપડી, બિસ્કીટ,સાડી વગેરે વસ્તુ તથા રોકડ રકમ દિવાળી પર ભેટ આપવમાં આવી અને હોળી નિમીતે ધાણી,પાપડ,ફરસાણ,ખજુર,ઘઉં ની સેવ વગેરે ભેટ આપવામા આવી.
પ્રથમ શીતળા સાતમ ના દિવસે ૧૨ કલાક નું ભજન આપની વાડી માં કારવામાં આવે છે.
જેમના ત્યાં ૧ લી જુન થી ૩૧ મે મહિના સુધીમાં પુત્રી નો જન્મ થયો હોય તેમને રૂા.૩૦૦૦/- ના કિશાન વિકાસ પત્ર આપવામાં આવે છે.
૨૦૦૮ થી મૃત્યુનિધિ કાર્ય વિનામૂલ્યે કરવામાં આવે છે.